1. Zika virus અને તેનાથી બચવાના ઉપાયો
હાલમાં ઝીકા વાઈરસે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. દુનિયાના ઘણા દેશો ઝીકા વાઈરસની ઝપટમાં આવી ગયા છે અને ઘણા લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.નામ ઝીકા આફ્રિકાના દેશ યુગાન્ડાના ઝીકા ફોરેસ્ટ પરથી આવેલ છે.આ વાઇરસની શોધ 1947 માં થઇ હતી. જાણો શું છે ઝીકા વાઈરસ અને તેનાથી બચવાના ઉપાયો.
2. કેવી રીતે ફેલાય છે ઝીકા વાઈરસ
એન્ડીઝ મચ્છરોના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઝીકા વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે. WHO એ ઝીકા વાઈરસને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
3. ક્યાં જોવા મળ્યા હતા આ મચ્છર ?

એન્ડીઝ મચ્છરો કરડવાના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.ડેન્ગ્યું તાવ, ચિકનગુનિયા અને પીળિયો તાવ જેવી બિમારીઓ પણ આ એન્ડીઝ મચ્છરો ફેલાવે છે.
4. જાણો કયા છે ઝીકા વાઇરસના લક્ષણો
ઝીકા વાઈરસના લક્ષણોમાં તાવ આવવો,ચામડી પર ફોડલા થવા, માંસપેશીઓમાં દુઃખાવો થવો અને આંખોમાં બળતરાં થવી જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે.ડેન્ગ્યુ તાવની જેમ મંદ બિમારી આવે છે અને તેને કોઈ દવાથી મટાડી શકાતો નથી.ઝીકા વાઈરસ દ્વારા ચેપનું જોખમ સમગ્ર જનસંખ્યાની સાથે સાથે ગર્ભવતી મહિલાઓને પણ છે.
5. કઈ રીતે રક્ષણ મેળવશો ઝીકા વાઈરસથી ?
ઝીકા વાઈરસથી રક્ષણ મેળવવાનો સૌથી સરળ રીત મચ્છરોને નાબુદ કરીને તેઓને કરડતાં રોકવાની છે. યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરી મચ્છરોના પ્રાપ્તિસ્થાનોને ખતમ કરી દેવા જોઈએ.આખી બાયોવાળા કપડાં પહેરો,સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી અને મચ્છરના પ્રજનનસ્થાનો છે તેમાંથી પાણી દુર કરી કરીને ઝીકા વાઈરસથી બચી શકાય છે.
6. ઝીકા વાઈરસ માટે નથી કોઈ દવા કે રસી
ઝીકા વાઈરસ માટે કોઈ દવા કે રસી હાલના સમયમાં ઉપલબ્ધ નથી.આ વાઈરસની રસી શોધવા પ્રયત્ન ચાલે છે પરંતુ અસરકારક રસી માટે દશથી બાર વર્ષનો સમય નીકળી જાય તેમ છે.ઝીકા વાઈરસની અસરોવાળા દેશોની મુસાફરી કરવાથી બચવું જોઈએ.